તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને બેંકો પણ બંધ રહેશે. આ મહિનામાં ઘણા તહેવારો છે, ધનતેરસ, દિવાળી, છઠ પૂજો, ભાઈબીજ સહિતનાં ઘણા તહેવારો છે. આ તહેવારોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે.
નરક ચતુર્દશી, દિવાળી, કાળી પૂજો, ગોવર્ધન પૂજો, ભાઈબીજને લઈને આજથી ૭ નવેમ્બર સુધી બેંકોમાં રજો રહેશે. એટલે કે ૩ નવેમ્બરથી ૭ નવેમ્બર વચ્ચે ૫ દિવસ બેંકો બંધ રહેશે. આ રજોઓ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં છે. જો તમે પણ આવનારા દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો રજોઓની યાદી ચોક્કસ તપાસો, દેશભરનાં ઘણા રાજ્યોમાં ૩ નવેમ્બરથી ૭ નવેમ્બર સુધી બેંકો બંધ રહેશે.
બેંગલુરુમાં ૩ નવેમ્બરે નરક ચતુર્દશીનાં દિવસે બેંકો બંધ રહેશે. નવેમ્બર ૪ – અમાવસ્યા (લક્ષ્મી પૂજન)/દિવાળી/બેંગ્લોર સિવાય તમામ રાજ્યોમાં દિવાળીની રજો રહેશે. દિવાળી (બલી પ્રતિપદા), ગોવર્ધન પૂજોનાં અવસરે ૫ નવેમ્બરે દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, નાગપુર, અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, લખનઉ અને મુંબઈમાં બેંકો બંધ રહેશે. જ્યારે ૬ નવેમ્બરે ભાઈ દૂજ/લક્ષ્મી પૂજો/દિવાળી/નિંગોલ ચકોબા ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનઉ અને શિમલામાં બેંકોમાં રજો રહેશે. વળી ૭ નવેમ્બરે રવિવારા આવે છે તે કારણસોર આ દિવસે પણ બેંક બંધ રહેશે.
નવેમ્બરમાં કુલ ૧૭ દિવસ બેંકોમાં રજો રહેશે. જેમાં આગામી રજોઓની યાદી આ મુજબ છે. નવેમ્બર ૧૦ – છઠ પૂજો / સૂર્ય ષષ્ઠી દળ છઠ બેંકો પટના અને રાંચીમાં બંધ રહેશે. ૧૧ નવેમ્બર – છઠ પૂજો પર પટનામાં બેંકો બંધ રહેશે. ૧૨ નવેમ્બર – વાંગલા ઉત્સવનાં કારણે શિલોંગમાં બેંકો બંધ, ૧૩ નવેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર). નવેમ્બર ૧૯ – ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા – ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, આઈઝોલ, બેલાપુર, જયપુર, જમ્મુ, મુંબઈ, નાગપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. ૨૧ નવેમ્બર – રવિવાર, સાપ્તાહિક રજો. નવેમ્બર ૨૨ – બેંગ્લોરમાં ઘણી બેંકોમાં કનકદાસ જયંતિ પર રજો રહેશે. નવેમ્બર ૨૩ – સેંગ કુત્સ્નેમ, શિલોંગમાં બેંકો બંધ છે, ૨૭ નવેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાથી અને ૨૮ નવેમ્બરે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.