તેલંગાણાના કામરેડ્ડીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યના કામરેડ્ડીમાં એક તળાવમાંથી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ત્રણ લોકોના મૃતદેહ શંકાસ્પદ સંજાગોમાં મળી આવ્યા છે. ત્રણેયના મોત કેવી રીતે થયા તે હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે પોલીસે ત્રણ લોકોના ગુમ થયાની માહિતી મળતાં જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બુધવારે બપોરથી ગુમ હતા અને તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
મોબાઈલ ફોન લોકેશન ડેટાના આધારે પોલીસે ગઈકાલે રાત્રે સદાશિવનગર મંડલના તળાવમાંથી એક મહિલા કોન્સ્ટેબલ અને કોમ્પ્યુટર ઓપરેટરના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સમગ્ર મામલાની માહિતી આપતા કામરેડ્ડી જિલ્લા પોલીસ અધિક્ષક સિંધુ શર્માએ જણાવ્યું કે બંનેના મૃતદેહ મળ્યા બાદ ગુરુવારે સવારે ભીકાનુર પોલીસ સ્ટેશનના પ્રભારીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્રણેયના મૃત્યુની આસપાસના સંજાગો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એસપીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુના કારણ વિશે માહિતી મળશે.
તમને જણાવી દઈએ કે ૮ ડિસેમ્બરે તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ઝડપી કાર સાથે અથડાતા બાઇક સવાર બે પોલીસ કોન્સ્ટેબલના મોત થયા હતા. બંને કોન્સ્ટેબલ મેરેથોનમાં ભાગ લેવા માટે હૈદરાબાદ આવી રહ્યા હતા ત્યારે ગજવેલ શહેરમાં આ અકસ્માત થયો હતો. બંને પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ સિદ્ધીપેટ પોલીસ કમિશનર બી. અનુરાધાએ હોÂસ્પટલની મુલાકાત લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ આ કોન્સ્ટેબલોના પરિવારજનોને પણ મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી