તળાજાના ત્રાપજ-બોરલા રોડ પર જય ખોડલ બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં કે જ્યાં શીંગની ફોતરીના ગઠ્ઠા બનાવવાનું કામ થાય છે ત્યાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી, આગની ઘટનાની જાણ થતા તળાજા, તથા અલંગ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગ વિકરાળ હોવાથી ભાવનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. શીંગની ફોતરીમાંથી ગઠ્ઠા બનાવવાના બાયો કોલના કારખાનામાં લાગેલી વિકરાળ આગના ધુમાડા દુર દુર સુધી નજરે ચડતા હતા. આ આગનું કારણ અને નુકસાની જાણવા મળી નથી. પંરતુ આગમાં તમામ સામાન, કાચુ મટીરિયલ તથા મશીનરી બળીને ખાખ થઈ ગયા છે.