તળાજાના જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને તાજેતરમાં દિલ્હીના રંગભવન ખાતે ભારત સરકારના પ્રસારભારતીના સ્થાપના દિને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિકના હસ્તે તેમને ગુજરાતી કવિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આકાશવાણીના વિશ્વના સૌથી મોટા સર્વ ભાષા કવિ સંમેલનમાં તેમણે ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં ભારતની દરેક ભાષામાંથી એક-એક કવિની પસંદગી કરવામાં આવી હતી. આ કવિ સંમેલન ૨૨ ભાષાઓમાં યોજાય છે, જેમાં હરદ્વાર ગોસ્વામીની મૂળ ગુજરાતી કવિતાના પઠન બાદ તેનો ૨૨ ભાષામાં અનુવાદ રજૂ થશે. આ કાર્યક્રમ ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦ કલાકે રાષ્ટ્રપતિના ઉદ્બોધન સાથે ભારતભરના ૪૨૧ રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થશે. આ કાર્યક્રમનું સંકલન આકાશવાણીના હિતેશ માવાણી અને શૈલેશ પંડ્યાએ કર્યું હતું, જ્યારે ત્રિલોક સંઘાણીએ શુભકામના પાઠવી હતી.










































