ભાવનગર જિલ્લાના દેવલી ગામે રહેતા અને તળાજામા એગ્રોની દુકાન ધરાવતા વેપારી ગઇકાલે બેંકમાં થેલીમાં બે લાખ રૂપિયા અને જરૂરી કાગળો રાખી ને રૂપિયા ભરવા આવ્યા હતા.વેપારી પોતે વિડ્રોલ ભરવામાટે સાથે બોલપેન લાવ્યા ન હોય આથી રૂપિયા ભરેલી થેલી કાઉન્ટરપર રેઢી મૂકી બેંક કર્મી પાસે બોલપેન લેવા જતા રેકી કરી રહેલો ટાબરીયો પળવારમાંજ રોકડ રકમ ભરેલ થેલી લઈ રફુચક્કર થઈ ગયો હતો.તળાજાના વેપારીને બે રૂપિયાની બોલપેન અને બે ફિકરાઈ બે લાખમાં પડીહતી. ગાંધીજીના બાવલા પાસે શિવમ એગ્રો નામની દુકાન ધરાવતા મનીષ રામજીભાઈ સોલંકી બપોરે આશરે ૧૧ વાગ્યાના અરસામાં દુકાને થી બે લાખ રૂપિયા રોકડા અને જરૂરી કાગળો થેલીમાં નાખી બાઈકલઇ નાગરિક બેંક ખાતે આવ્યા હતા. વિડ્રોલ ભરવામાટે વેપારી બોલપેન સાથે લાવ્યા ન હોય બેંક કર્મી પાસે બોલપેન લેવા ગયા હતા.પરંતુ થેલી સાથે રાખવાના બદલે કાઉન્ટર પર થેલી મુકવાની બે દરકારી દાખવતા રેકી દરમિયાન મોકની રાહમાં રહેલ ટાબરીયો પળવારમાજ થેલી લઈ રફુચક્કર થઈ ગયો હતો.વેપારી ને ખબર પડતાં બેંકના સીસીટીવી કેમેરા ચેક કરી શોધખોળ હાથધરી હતી.પોલીસ ને જાણ કરતા બેંક અને નગરના અન્ય સીસીટીવી કેમેરા ચેક કરી કેદ થયેલ કિશોર ને શોધવામાટે કવાયત હાથધરી હતી. કેમેરામાં કેદ થયેલ ટીન એજર છે.તેની સાથે અન્ય એક ઈસમ પણ હોવાની શંકાછે.બેંક ના અધ્યક્ષ ઋષિભાઈ પંડ્યા,મનોજભાઈ પંડ્યા,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને બેંકના ડિરેક્ટર ભરતભાઈ ઠંઠ ,જિતેન્દ્રસિંહ રાણા બેંક ખાતે દોડી આવ્યાહતા.પોલીસ અધિકારી ને જાણ કરી ઉઠાવગીર ને ઝડપી પાડવા રજુઆત કરી હતી.વેપારીઓ માં રોષ છેકે સીસીટીવી કેમેરા માં કેદ હોવા છતાંય પોલીસ પકડી શકતી નથી.બેંક મેનેજર નીતિનભાઈ ઉપાધ્યાય એ જણાવ્યું હતુંકે વેપારી ના રૂપિયા ચોરાઈ ગયા ની જાણ થતાં જ બેંકના સીસીટીવી કેમેરા બેંક બહાર અને અંદર લાગેલ હોય તે ચેક કરી ચોરનાર કિશોર ની ઓળખ કરી બેંકના કર્મચારીઓ સૌથી પહેલા ચોર ને શોધવા નીકળી ગયા હતા.જાકે ચોરનો પત્તો લાગ્યો ન હતો.અગાઉ બેંક ઓફ બરોડા, એસ.બી.આઈ બેંક બહાર થી નઝર ચૂકવી રૂપિયા ઉઠાવી જવાની ઘટનાઓ બની છે.તે ઉઠાવગીરો હજુ પોલીસ નેટવર્ક બહાર છે.ત્યારે આજે વધુ એક ઘટના બની.બેંક ખાતે પોલીસ કર્મીઓ આવ્યા હતા.તેઓને જિલ્લામાં ખાસ કરીને દાઠા,અલંગ, બગદાણા પોલીસ ને જાણ કરી નાકાબંધી કરી શોધખોળ કરવા રજુઆત કરી હતી.પરંતુ પોલીસે તેની દરકાર લીધી નહતી.જેને લઈ વેપારીઓ મા વધુ રોષ જાવા મળી રહ્યો છે.