ભાવનગર જિલ્લાના તળાજાના ખોજાવાડમા/ આશરે છેલા પાંચેક વર્ષથી રહેતા રાજસ્થાનના મુસ્લિમ આધેડ ના અહીં ભાડે રાખવામાં આવેલ બે રહેણાંક મકાન અને ફોર વહીલ માંથી પોલીસને ઓગણત્રીસ કિલો ને એકસો ગ્રામ કાલા અને આઠ કિલો નવસોઅેંશી ગ્રામ અફીણ શોધીકાઢવામા સફળતા મળી છે.રાજસ્થાની કાકા ભત્રીજાને ઝડપી લઈ કોર્ટમાં ગઈકાલે રજૂ કરતા છ દિવસ પોલીસ કસ્ટડી ઇન્વેસ્ટીગેશન અધિકારી એ મેળવી છે. મળી આવેલ જથ્થાનો બજારભાવ ૨૭લાખ જેટલો અંકાઈ રહ્યોછે.
એકપરપ્રાંતીય વ્યક્તિ તળાજામાં પાચ પાચ વર્ષથી રહીને તળાજા પોલીસ ને બાતમી ન મળે તે રીતે દરમહીને લાખો રૂપિયા ની કિંમત નું અફીણ અને કાલા વેચતોરહ્યો.એટલુંજ નહિ આ ઈસમો સતત નશાનો કારોબાર વધારતા ગયા.મહુવા પોલીસ વડા આઇપીએસ અધિકારી અંશુલ જૈન ની ટીમે સમગ્ર બનાવ નો પર્દાફાશ કર્યો ત્યારે તળાજાની જનતા ચોંકીગઈ હતી.
સમગ્ર મામલે એ.એસ.પી અંશુલ જૈન એ જણાવ્યું હતુ કે ગઈકાલે કરેલ રેડ બાબતે જણાવ્યું હતુંકે રેડ દરમિયાન ઘર અને કારનં.આર.જે.૧૭-સીએ-૬૬૪૩ માંથી અફીણ આઠકિલો નવસો એંશીગ્રામ જેની સરકારી કિંમત રૂ.૮,૯૮૦૦૦/-,પોશડોડવા ઓગણત્રીસ કિલો એકસો ગ્રામ જેની કિંમત ૮૭૩૦૦/-,કાર,ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.૧૩,૨૯,૩૦૦/-ના મુદ્દામાલ સાથે આમીનખાન સરદારખાન પઠાણ અને તેના ભત્રીજા અદનાનખાન આમિરખાન પઠાણ રે.ટોડીમહોલ્લા, ડબગાંવ,તા.ગંગાધર, જી.ઝાલાવાડ વાળા ની ધરપકડ એન.ડી.પી.એસ ગુન્હા સબબ કરવામાં આવી હતી.
પોલીસ ની ભાષા બંને ઇસમોને તાત્કાલિક સમાજમાં આવીગઈ હતી જેને લઈ રાજસ્થાનના જગદીશચંદ્ર રામલાલ મેઘવાળ અને બળવંતસિંહ વાળા પાસેથી માલ ની ખરીદી કરી અહીં લાવતા હોવાનું કબૂલાત સર્કલ.પો.ઇ.આર.જે.ગોર એ ચારેય ઇસમો વિરુદ્ધ નાર્કોટિક પદાર્થ વેચવા બદલ ફરિયાદ આપી છે.તપાલ અલંગ મરીનના મહિલા પો.સ.ઇ.ડી.વી.ડાંગર ને સોંપવામાં આવીછે.પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે ત્યાંથી જથ્થાબંધ માલ લાવીને અહીં છૂટક વેચાણ કરતા હતા. બંને આરોપીઓને તળાજા ની જે.એમ.એફ.સી કોર્ટમા રજૂ કરી ને છ દિવસની પોલીસ કસ્ટડી મેળવાય છે.પોલીસ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તપાસઅર્થે અને બે આરોપીઓને પકડવા જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જેમ સોનુ તોલાના ભાવે વેચાય છે તેમ અફીણ પણ એજરીતે વેચાય છે.એક તોલાનો બજાર ભાવ રૂપિયા ત્રણ હજાર છે.એ જોતાં જે જથ્થો ઝડપાયો છે તેની અને પોશડોડવા ની બજાર કિંમત ૨૭લાખ રૂપિયા ની થાય છે.
આરોપી તળાજા ઉપરાંત અલંગ ભાવનગર પાલીતાણા ઘોઘા મહુવા અને સા.કુંડલા વિસ્તારમાં માલ સપ્લાય નું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત અન્ય ક્યાં અને કોણ કોણ ગ્રાહકોછે તેની માહિતી છ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ મેળવશે તેમ ઈનેસ્ટીગેશ અધિકારી એ જણાવ્યું હતુ.
રાજસ્થાન થી ગુજરાત આવતા બોર્ડર પરની રાજસ્થાન અને ગુજરાત પોલીસ વાહન ચેકીંગ કરે છે.તેમ છતાંય પોલીસ ના કહેવા મુજબ આ ઈસમ વર્ષોથી જથ્થા બંધ પ્રતિબંધિત માલ અહીં લાવતો રહ્યો ત્યારે પોલીસે સૌપ્રથમ તો બોર્ડર પર છીંડા ક્યાં છે અને આ ગે.કા પ્રવૃત્તિમા કોની કોની ભૂંડી ભૂમિકા છે તે અંગે પણ પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ કરવી
રહી.