દેશ અને રાજ્યમાં બેકારીની સમસ્યાએ માઝા મૂકી છે, આજે લાખો શિક્ષિત બેરોજગારો નોકરી વગર બેકાર જોવા મળી રહ્યા છે,સામાન્ય રીતે સરકારની કોઇપણ નોકરીની જોહેરાત બહાર પડે ત્યારે જેટલી વેકેનસી હોય તેનાથી અધધ અરજીઓ આવે છે, જે બતાવે છે કે રાજ્યમાં કેટલી બેકારી છે. તલાટીની ૩,૪૦૦ જેટલી જગ્યાઓ માટે ૧૭ લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની આ સંખ્યા બેકારીનું નિર્દેશ સૂચવે છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જેવી સરકારી નોકરીની જોહેરાત પડે કે લાખો અરજીઓ થતી હોય છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજીઓ કરવામાં આવી છે. જેના આંકડા આજે અમે તમને આપી રહ્યા છીએ. તલાટીની ૩,૪૦૦
જગ્યા સામે લાખો યુવાનોએ અરજી કરી છે. ૩,૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી કરાઈ છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની ૩,૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.
તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી ૧ લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે,સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ ૩ લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે ૧૭ હજોર ૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.જેટલા વર્ષો તૈયારીમાં પસાર થાય ત્યાં સુધીમાં નવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પણ મેદાનમાં હોય છે અને સામે મોંઘવારી પણ વધતી જોય છે. અંતે તો જે સરકારી નોકરી મેળવે તેને જ માન મળે છે