સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. ૧પ-મેથી ર૩-મે સુધી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, તરવડા ખાતે સંસ્કૃત પ્રબોધન વર્ગનું આયોજન કરાયું હતું. પ્રબોધન વર્ગના ઉદ્‌ઘાટન સત્રમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંત રામકૃષ્ણસ્વામી દ્વારા સૌને આશીર્વાદની સાથે
સંસ્કૃત માતાની સેવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ જયશંકરભાઇ રાવળની નિશ્રામાં યોજાયો હતો. રાત્રે યોજાયેલ સત્રમાં સંસ્કૃતમાં નાટકો, સંસ્કૃત સમૂહગીત સ્પર્ધા, સંસ્કૃત વિજ્ઞાપન, સંસ્કૃત ગરબા, સંસ્કૃત ક્રિડા દ્વારા સરળ
સંસ્કૃત સંભાષણનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતમાં આયોજિત આ સમાપન કાર્યક્રમમાં તમામ શિબિરાર્થીઓએ સંસ્કૃત ભાષામાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરીને સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા સંકલ્પ લીધો હતો.