અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી દ્વારા તરવડા-બાબાપુર ડામર રોડની બંને સાઇડ લેવલીંગ કરવા ડીડીઓને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે, રોડની એક સાઇડ પ્રાઇવેટ એજન્સી દ્વારા સરકારના નિયમ વિરૂધ્ધ ખોદકામ કરી રોડની સાઇડને અડીને જ લાઇનો નાખી દેવામાં આવી છે અને માટીનું સરખું ફીલીંગ પણ નથી કરાયું. જેથી વાહન ચાલકોને વાહન તારવવું હોય તો મુશ્કેલી પડે છે. જેથી તત્કાલ આ બાબતે તપાસ કરી જવાબદાર એજન્સી સામે કડક પગલા લઇ રોડની સાઇડમાં લેવલીંગ કરવામાં આવે તેવું તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું.