અમરેલીના તરવડા મુકામે આગામી તા.ર૬ને ગુરૂવારના રોજથી શ્રીમદ ભાગવત કથા પારાયણનો પ્રારંભ કરવામાં આવશે. આ ભાગવત કથા પારાયણ સ્વામિનારાયણ ગુરૂકુળ તરવડા ગામે યોજાશે. સવારના ૮ઃ૩૦થી ૧૧ઃ૩૦ સુધી અને બપોરે ૩ઃ૩૦થી ૬ઃ૩૦ સુધી વક્તા કૃષ્ણપ્રિયદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે. આ ભાગવત કથા પારાયણનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. કથાની વિશ્રાંતિ તા.૩૦ને સોમવારના રોજ થશે.