શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન, અમરેલીના તરવડા ખાતે સૂર્યા સ્પોટ્ર્સ એકેડમીનો આગામી ૧૩મી ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે. તા. ૧૩ ને સોમવારના રોજ બપોરે ૩ઃ૦૦ થી પઃ૩૦ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ.પૂ. ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. એકેડમીના દાતા તરીકે પ.ભ. વિશ્રામભાઇ જાદવાભાઇ વરસાણી રહેશે.