અમરેલી તાલુકાના તરકતળાવ ગામ નજીક ખેડૂતની વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂર પરિવારના પાણી ભરવા જતા બાળક પર દીપડાએ હુમલો કરતા ૭ વર્ષના બાળકનું મોત થયું હતું.બાળકના મોતના પગલે આસપાસના ખેડૂત અને ખેત મજૂરોમાં દહેશતનો માહોલ ઉભો થતા વનવિભાગ દીપડાને પાંજરે પુરવા રાતભર દોડધામ કરતા હતા અને દીપડો હાથ તાળી આપી નાસી છૂટતો હતો. કલાકોની દોડધામ બાદ રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનું ચેકઅપ કરવામાં આવશે દીપડો માનવ ભક્ષી છે કે કેમ? તે અંગે તપાસ કરી દીપડાને કેદ રાખવામાં આવશે.