રાજુલાના હિંડોરણા ગામે ‘તમે શેરીમાં માટીનું પુરાણ કરાવ્યું છે, જેના કારણે પાણી ભરાઈ જાય છે’ તેમ કહી ગાળો આપી હતી. બનાવ અંગે સુખાભાઈ ટીડાભાઈ પટાટ (ઉ.વ.૩૨)એ દેગણભાઈ હાદાભાઈ ભીલ તથા તેમના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સુખાભાઈએ અગાઉ તેમની શેરીમાં માટીનું પુરાણ કરાવ્યું હતું. આ બાબત દેગણભાઈને પસંદ ન હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને દેગણભાઈએ તેમને “તમે માટીનું પુરાણ કરાવ્યું હોવાથી શેરીમાં પાણી ભરાય છે” કહી ત્યારબાદ દેગણભાઈએ વિજયભાઈને ગાળો આપી હતી. આ સમયે દેગણભાઈએ લાકડાના સણાથા વડે સુખાભાઈની ડાબી આંખ પર હુમલો કર્યો. આ હુમલામાં સુખાભાઈની આંખના નીચેના ભાગે ગંભીર ઈજા થઈ અને આઠથી દસ ટાંકા આવ્યા હતા. દેગણભાઈએ સુખાભાઈને ઢીકાપાટુનો માર પણ માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન દેગણભાઈના પત્નીએ તેમના ભત્રીજા વિજયભાઈને પીઠના ભાગે પથ્થર માર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.