સાવરકુંડલાના ધાર ગામે એક યુવતીએ તેમના જ ગામના યુવકને ‘તમે મને શેરીમાંથી ચાલવા દેવાની કેમ ના પાડો છો’ તેમ કહેતા ફોનમાં ગાળો તેમજ ધમકી આપી હતી. બનાવ સંદર્ભે દયાબેન બાબુભાઈ રામાણી (ઉ.વ.૩૭)એ ભાવેશભાઈ ભોજભાઈ બોરીચા (ઉ.વ.૨૮) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીને ફોન કરીને જણાવ્યું કે, ‘તમે કેમ મને શેરીમાંથી ચાલવા દેવાની ના પાડો છો’ તેમ કહેતા ફોનમાં ગાળો તથા ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.એસ.વનરા વધુ તપાસ કરી રહ્યા છે.