વડીયાના માયાપાદર ગામે ‘તમે કેમ બૈરા સાથે બોલાચાલી કરો છો’ કહી પાવડાનો ઉંધો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે રહેમભાઈ કિશનભાઈ વાઘેલા (ઉ.વ.૨૦)એ ઘનશ્યામભાઈ દેવરાજભાઈ માલવીયા, અજયભાઈ જીવનભાઈ માલવીયા તથા ભયલુભાઈ જીવનભાઈ માલવીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઘનશ્યામભાઈ માલવીયા તેમના ઘર પાસે આવીને ઉભા હતા. જેથી તેમના પત્નીએ ‘તમે કેમ અહીં ઉભા છા’તેમ કહેતા તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી તેમના પિતાએ ‘તમો કેમ બૈરા સાથે બોલાચાલી કરો છે’તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને તેના પિતાને પાવડાનો ઉંધો ઘા માર્યો હતો. ઉપરાંત તેમને પાવડા વતી શરીરે આડેધડ મુંઢમાર મારતા હતા ત્યારે તેમના પત્ની વચ્ચે પડતાં તેને પણ જમણા હાથના બાવડા પર પાવડાનો એક ઘા મારી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.