તમિલનાડુ પછી, અરવિંદ કેજરીવાલ હવે મમતા બેનર્જી સરકારના સમર્થનમાં બંગાળમાં ચૂંટણી મેદાનમાં ઉતરશે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ૨૬ અને ૨૭ એપ્રિલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ માટે સમર્થન મેળવવા માટે પ્રચાર કરશે.
આમ આદમી પાર્ટી (આપ) સાથે જાડાયેલા સૂત્રોએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે આપ સુપ્રીમો કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીના આમંત્રણ પર રાજ્યની મુલાકાત લેશે અને તેમના માટે જાહેર સમર્થન માંગશે. અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે તેમણે બેનર્જી સાથે ફોન પર વાત કરી હતી અને તેમનો “સંપૂર્ણ સમર્થન અને એકતા” વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “મેં હમણાં જ મમતા દીદી સાથે ફોન પર વાત કરી. હું તેમના પ્રત્યે મારી સંપૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કરું છું. તે સૌથી મુશ્કેલ લડાઈઓમાંની એક, ભારતીય લોકશાહી માટે સૌથી મહત્વપૂર્ણ લડાઈઓમાંની એક લડી રહી છે.”
૨૯૪ સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભાની પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો માટે મતદાન ગુરુવારે પૂર્ણ થયું હતું, બાકીની બેઠકો પર બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેના એમકે સ્ટાલિનના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. નોંધનીય છે કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અગાઉ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેના એમકે સ્ટાલિનના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.






































