તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જાઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે.
તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એસસી એસટી ઓબીસી અનામત સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે અનેક મુદ્દાઓ માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપને જવાબદાર ઠેરવી હતી. હવે રાહુલ ગાંધીના નિવેદનો અંગે તમિલનાડુના ૩૦ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે.
તમિલનાડુના ચેન્નાઈમાં ભાજપના એક નેતાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ જિલ્લાના ૩૦ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ભાજપના નેતા ડા. વેંકટેશ મૌર્યએ રાહુલના તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન અનામતને લઈને આપેલા નિવેદન સામે નોંધાવી છે. જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, એસસી-એસટી અને ઓબીસી અનામતને નાબૂદ કરશે.
અહેવાલ મુજબ, બીજેપી નેતા વેંકટેશ મૌર્યએ કહ્યું કે વિપક્ષના નેતા અને સાંસદ તરીકે રાહુલ ગાંધીએ દેશની બહાર આવી વાત ન કરવી જાઈએ. તે દેશની અંદર કંઈ પણ કહી શકે છે. વિદેશમાં તેમણે ભારત સરકાર, એસસી એસટી અને ઓબીસીને લઈને ખોટો પ્રચાર કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી છે અને તેમની સામે રાષ્ટ્ર વિરોધી કલમો હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરવી જાઈએ. અમે લોકસભાના સ્પીકર સમક્ષ પણ માંગ કરીએ છીએ કે, તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે. અમે ૩૦ સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન પણ કરીશું. તેમણે પોતાના નિવેદનો બદલ માફી માંગવી જાઈએ.
અમેરિકાના પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ અનામતની સાથે-સાથે દેશમાં બેરોજગારી, ચીન અને શીખોને લઈને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી પરંતુ કુશળ લોકોનું સન્માન કરવામાં આવતું નથી.
જ્યારે કોંગ્રેસ નેતાને અનામત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ત્યારે જ તેને ખતમ કરવાનું વિચારશે જ્યારે દેશમાં દરેકને સમાન તક મળવા લાગશે, પરંતુ હાલમાં ભારતમાં આવી સ્થિતિ નથી. આ સિવાય તેમણે અનામતના મુદ્દે ભારતની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા અને તેની નીતિઓની પણ આકરી ટીકા કરી હતી.
ભાજપે પણ અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનનો જારદાર વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ હવે માત્ર નેતા અને સાંસદ નથી, તેઓ વિપક્ષના નેતા છે, તેથી તેમણે તેમની ગરિમાનું ધ્યાન રાખવું જાઈએ. આવા નિવેદનો કરવાથી વિદેશમાં ભારતની છબી પર નકારાત્મક અસર પડી શકે છે.