તમિનાડુમાં એક જ દિવસમાં ઓમિક્રોનના ૩૩ નવા કેસ નોંધાયા છે. અહીં ઓમિક્રોનના કુલ ૩૪ કેસ થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે આ અંગે જોણકારી આપતા કહ્યું હતું કે ચેન્નઈમાં ૨૬, મદુરેમાં ૪, તિરિવનમલાઈમાં ૨ અને સલેમમાં ૧ કેસ નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૨૮૭ કેસ થયા છે.
પશ્ચિમ બંગાળની નદિયામાં એક સ્કૂલના એકસાથે ૨૯ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલ્યાણી વિસ્તારમાં આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં બાકીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સંક્રમિત તમામ બાળકોને ક્વોરન્ટિન કરી દેવાયા છે. ડોક્ટરોની એક ટીમની દેખરેખ હેઠળ તમામની સારવાર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન ઓમિક્રોનના વધતા કેસ પર કાબૂ કેવી રીતે મેળવવો તેના પર ચર્ચા થઇ હતી.નોંધનીય છે કે ઓમિક્રોનની એન્ટ્રી હવે ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને ૨૪૭ થઈ ગયા છે.
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ ૨૪૭ કેસ નોંધાયા છે. તેમા દિલ્હીમાં ઓમિક્રોનના કુલ ૫૭ કેસ નોંધાયા છે. દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં ઓમિક્રોનના ૩૪ દર્દીઓની સારવાર કરાઈ હતી. આ તમામ દર્દીઓએ ફૂલી વેક્સિનેટેડ હતા. તેમાથી બે લોકોએ તો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો. દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રિવ્યૂ મીટિંગ કરી હતી આ બેઠકમાં તમામ મંત્રીઓ અને આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને ઓમિક્રોનના ખતરા સામે કેવી તૈયારી છે તે અંગે સમીક્ષા કરી હતી દિલ્હીમાં નવી ગાઇડલાઇન પણ જોહેર કરવામાં આવી હતી
ગઈકાલે દેશમાં કોરોનાના ૭૪૯૫ કેસ નોંધાયા છે જ્યારે ૪૩૪ લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ ૭૮ હજોર ૧૯૦ હતા તે વધીને ૭૮ હજોર ૨૯૧ થયા છે. બે દિવસ અગાઉ દેશમાં કોરોનાના કેસ ૬૩૧૭ નોંધાયા હતા અને ૩૧૮ લોકોના મોત થયા હતા.દેશમાં ૧૭ રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૨૮૭ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૬૫, દિલ્હીમાં ૫૭, તમિલનાડુમાં ૩૪, કેરળ અને તેલંગાણામાં ૨૪-૨૪, ગુજરાતમાં ૨૩, રાજસ્થાનમાં ૨૨, કર્ણાટકમાં ૧૯, હરિયાણામાં ૪, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ૩-૩, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ૨-૨, ચંદિગઢ, લદ્દાખ અને ઉતરાખંડ ૧-૧ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૮૩.૩૧ કરોડ લોકોને પ્રથમ ડોઝ અને ૫૬.૪૩ કરોડને બીજો ડોઝ અપાઈ ગયો છે.