રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, અને ન તો તેનું કોઈ પરિણામ આવ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી આ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એસોસિએટેડ પ્રેસે હવે અહેવાલ આપ્યો છે કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાએ એક નવો શાંતિ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવમાં રશિયાને જમીન સોંપવાની અને યુક્રેનની સેનાના કદને મર્યાદિત કરવાની માંગ કરવામાં આવી છે.એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, યુએસ સંરક્ષણ સચિવ સહિત ઘણા ઉચ્ચ સ્તરીય લશ્કરી અધિકારીઓ શાંતિ વાટાઘાટોમાં મદદ કરવા માટે યુક્રેન પહોંચ્યા છે. યુએસ વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે નવા શાંતિ પ્રસ્તાવ પર કોઈ ટિપ્પણી કરી નથી. જાકે, તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું લક્ષ્ય યુરોપમાં શાંતિ સ્થાપિત કરવાનું અને નિર્દોષ લોકોના જીવ બચાવવાનું છે. જાકે, અહેવાલો એ પણ સૂચવે છે કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ પ્રસ્તાવને પહેલાથી જ નકારી કાઢ્યો છે.યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું છે કે તેમના અધિકારીઓ કાયમી શાંતિ કરાર પર વિચાર કરી રહ્યા છે અને આ ચાલુ રહેશે. આ માટે બંને પક્ષો (રશિયા અને યુક્રેન) તરફથી મુશ્કેલ પરંતુ જરૂરી સમાધાનની જરૂર પડશે. દરમિયાન, રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ આ બાબતે ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે હાલમાં અમેરિકા સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. તેમણે ઉમેર્યું કે કેટલાક સંપર્કો ખરેખર થયા છે, પરંતુ તેમને વાસ્તવિક પરામર્શ ગણી શકાય નહીં.યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે શાંતિ પ્રસ્તાવ અંગેની અટકળો વચ્ચે, યુરોપ પણ તેમાં કૂદી પડ્યું છે. ટોચના યુરોપિયન રાજદ્વારીઓએ જણાવ્યું છે કે યુક્રેન પર રશિયાના હુમલાને રોકવાના કોઈપણ પ્રયાસમાં યુક્રેન અને યુરોપ સાથે પરામર્શ જરૂરી છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કૈઆ કલ્લાસે કહ્યું, “કોઈપણ યોજના સફળ થવા માટે, યુક્રેનિયનો અને યુરોપિયનોની સંમતિ જરૂરી છે. યુરોપ પણ તેમાં સામેલ હોવું જાઈએ.