છત્તીસગઢ મહતારીની તસવીરને લઇ મુખ્યમંત્રી ભુપેશ બઘેલે મોટી નિર્ણય કર્યો છે.સરકારે છત્તીસગઢી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે તમામ શાસકીય કાર્યક્રમોમાં છત્તીસગઢ મહતારીના ફોટાને મહત્વપૂર્ણ સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે.હવે રાજયમાં કોઇ પણ સરકારી કાર્યક્રમ યોજોશે તો તેમાં છત્તીસગઢ મહતારીની તસવીરને પણ સ્થાન આપવામાં આવશે.આ બાબતની માહિતી મુખ્યમંત્રી ભુપેશ બઘેલે ટ્‌વીટ કરી આપી હતી.
મુખ્યમંત્રીએ આ સંબંધમાં ટ્‌વીટ કર્યું છે અને તેમણે કહ્યું કે છત્તીસગઢનો વૈભવ,સંપન્નતા અમારા કિસાનોથી,તેમની ખુશહાલીમાં છત્તીસગઢ મહતારીનો જ આશીર્વાદ છે અમે છત્તાસગઢ મહતારીના ચિત્રને તમામ શાસકીય કાર્યક્રમોમાં મુખ્યરૂપથી સ્થાન આપવાનો નિર્ણય કર્યો છે. જેમ કે આપણી માટીનો ગૌરવશાળી ઇતિહાસ,સંસ્કૃતિનું સ્મરણ થઇ શકે તેના માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.
છત્તીસગઢને અનાજનો કટોરો કહેવામાં આવે છે.છત્તીસગઢ કૃષિ પ્રધાન રાજય છે આજ કારણ છે કે છત્તીસગઢ મહતારીના હાથોમાં અનાજવાળી થાળી છે અને માથા પર છોડ જોવા મળી રહ્યાં છે આ તસવીરને જોઇને અંદાજ લગાવી શકાય છે કે ખેતી કિસાનીથી જોડાયેલ મહિલાની તસવીર છે રાજયમાં મહતારી એક છત્તીસગઢી શબ્દ છે જેને હિન્દીમાં માને કહેવામાં આવે છે અને બધાની ભૂખ મિટાવનારી અન્નપૂર્ણા છે આથી ખેતી કિસાનોથી જોડાયેલ છતીસગઢ મહતારીની રાજયમાં પુજો અર્ચના કરવામાં આવે છે.કિસાન પાક લેતા પહેલા છત્તીસગઢ મહતારીની પુજો કરે છે.
એ યાદ રહે કે આ પહેલા પણ મુખ્યમંત્રી ભુપેશ બધેલે છત્તીસગઢી અસ્મિતાને પ્રોત્સાહન આપવા માટે અનેક મોટા નિર્ણય લીધા છે.તેમાં રાજયગીતને દરેક સરકારી કાર્યક્રમોમાં ગાવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે.ત્યારથી અત્યાર સુધી તમામ શાસકીય કાર્યક્રમોમાં અરપા પૈરી કે ધાર સાંભળવામાં આવે છે.તેનાથી હવે રાજયમાં છત્તીસગઢી સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહ્યું છે રાજયના લોકો જે ગીતોને ઘરોમાં ગાતા હતાં તે સરકારી કાર્યક્રમોમાં ગાવામાં આવી રહ્યાં છે તેનાથી લોકો ખુબ ખુશ નજરે પડી રહ્યાં છે.