અમરેલી શહેરમાં તમામ સભ્યોએ કોરોના વેક્સિન લઇ લીધી હોય તેવા ઘરો પર ‘મારૂં ઘર રસીકરણયુક્ત, કોરોનાથી મુક્ત’ના સ્ટીકર લગાવી જેમણે વેક્સિન નથી લીધી તેવા લોકોને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રોત્સાહન કામગીરીમાં ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઇ કાબરીયા, ભૂપેન્દ્રભાઇ બસીયા, અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઇ માંગરોળીયા, ભરતભાઇ મકવાણા સહિત ભાજપ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જાડાયા હતા.