લોકલ ચૂંટણી સંબંધિત સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય સરકારો અને સંઘશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, પેંડીંગ લોકલ ચૂંટણીને પુરી કરવામાં આવે. ઓબીસી અનામતને લઈને રાહ ન જોતા. કોર્ટના આદેશથી ખાસ કરીને મધ્ય પ્રદેશમાં સ્થાનિક ચૂંટણી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોર્ટે એમપી ચૂંટણી પંચને નોટિફિકેશન જોહેર કરવાના પણ આદેશ આપી દીધા છે.
મધ્ય પ્રદેશમાં લોકલ ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દે સતત વિવાદનો ભાગ રહ્યો છે, જેને લઈને અહીં એક વર્ષથી વધારે સમયથી લોકલ ચૂંટણી થઈ નથી. મંગળવારે આ મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંવિધાનમાં દર ૫ વર્ષની અંદર ચૂંટણી કરાવાની વ્યવસ્થા છે. તેથી ચૂંટણીમાં મોડુ થવું જોઈએ નહીં.
આ સાથે જ કોર્ટે ઓબીસી અનામતને લઈને પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, જે પણ પોલિટિકલ પાર્ટી ઓબીસીના પક્ષમાં છે, તે તમામ સીટો પર ઓબીસી ઉમેદવારને ઉતારવા માટે સ્વતંત્ર છે.
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ ચૂંટણી પંચને ૨ અઠવાડીયાની અંદર મતદાનની યાદી જોહેર કરવાના આદેશ આપતા ઓબીસી અનામત વિના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આદેશ આપ્યા છે. એટલે કે, મધ્ય પ્રદેશમાં ઓબીસી અનામત વિના જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે. કોર્ટે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં ૨૩ હજોરથી વધારે સ્થાનિક ચૂંટણીના પદ ખાલી પડ્યા છે. અનામત આપવા માટે ટ્રિપલ ટેસ્ટને પુરી કરવા માટે વધારે સમય આપી શકાય નહીં. તેથી ચૂંટણી પુરી કરાવામાં આવે.