ઈદ પર લોકો જોહેરમાં પશુઓની કુરબાની ના કરે. કુરબાની ન તો ઘરે કરી શકાશે, ન તો જોહેરમાં. કેન્દ્ર સરકારે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે પશુઓને વાહનોમાં બેફામ રીતે ભરવામાં આવે છે. આ તેમની સાથે એક પ્રકારે ક્રૂરતા જ છે. આવા મામલે સંબંધિત લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
કેન્દ્ર સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડે તમામ રાજ્યોને જણાવ્યું છે કે બકરી ઈદ પર ઊંટની કુરબાની ન કરવામાં આવે. ઊંટ દેશમાં ભોજન માટે પ્રતિબંધિત પશુઓની શ્રેણીમાં સામેલ છે પણ અનેક જગ્યાએ ઊંટોની કુરબાની કરવામાં આવે છે. આ ઉપરાંત જે રાજ્યોમાં ગૌવધ અપરાધ છે ત્યાં ગાય તથા વાછરડાંની કુરબાની ન કરવામાં આવે. રાજ્યોને જણાવ્યું છે કે કોઈ પણ ગર્ભવતી પશુની પણ કુરબાની ન કરવામાં આવે. જે પશુઓનો ગર્ભ ૩ મહિનાથી ઓછા સમયનો છે તેમની કુરબાની પણ વેટરનરી ડાક્ટર તરફથી જોરી ફિટનેસ સર્ટિફિકેટ વિના નહીં કરી શકાય.