મોહમ્મદ અને મારિયા નામના લોકો માટે મફત આલ્કોહોલ પ્રમોશન માટે સ્થાનિક પોલીસે છ કર્મચારીઓ પર ઇશનિંદાનો આરોપ મૂક્યા પછી ઇન્ડોનેશિયન સત્તાવાળાઓએ જકાર્તામાં એક બાર અને રેસ્ટોરન્ટની ચેઇનને તાળા મારી દીધા છે. આ લીકર કંપનીએ દર ગુરવારે મોહમ્મહ અને મારિયા નામ ધરાવતા લોકોને મફત દારૂની ઓફર મુકી હતી, જેને કારણે આ દેશમાં ભારે હંગામો મચી ગયો હતો.
સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં એક કંપનીએ મોહમંદ અને મારિયા નામની વ્યકિતને કંપનીએ દર ગુરુવારે મફતમાં દારૂની ઓફર કરતા આ દેશમાં ભારે હંગામો મચી ગયો છે. ભારે બબાલ મચી જવાને કારણે કંપનીના ૬ કર્મચારીઓ સામે ઇશનિંદા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયાના જકાર્તામાં આવેલા હોલીવિંગ્સ બારે મોહમ્મદ નામના પુરૂષો અને મારિયા નામની મહિલાઓને દર ગુરુવારે તેમના આઈડી કાર્ડ રજૂ કરવાથી તેઓને જિનની મફત બોટલ ઓફર કરી હતી. આ બાબતે ભારે હંગામો ઉભો થતા કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી દીધી હતી. પોલીસે કંપનીના ૬ કર્મચારીઓની ધરપકડ કરીને તેમની સામે ઇશનિંદા કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમને ૧૦ વર્ષની જેલ થઇ શકે છે. ઇન્ડોનેશિયા ઓથોરીટીએ હોલીવિંગ્સ બારને બંધ કરી દીધો છે. મંગળવારે, રાજધાનીમાં ૧૨ આઉટલેટ્‌સને સીલ કરવામાં આવ્યા હતા કારણ કે સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેમની પાસે દારૂ પીરસવા માટેનું લાઇસન્સ નથી, જકાર્તા સરકારે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું. દેશભરમાં આક્રોશ પછી, હોલીવિંગ્સે જોહેર માફી માંગી હતી અને દાવો કર્યો કે મેનેજમેન્ટ પ્રમોશનથી