(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૪
લસ્ટ સ્ટોરીઝ ૨’થી તમન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેએ પોતાના રિલેશનશિપની પુષ્ટિ પણ કરી દીધી છે. જ્યારે તેઓ કોઈ એવોર્ડ ફંક્શન અથવા ફિલ્મ સ્ક્રીનિંગમાં સાથે હોય છે ત્યારે પણ તેઓ એકબીજાનો હાથ પકડીને જાવા મળે છે. આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે આ
આભાર – નિહારીકા રવિયા બન્ને સ્ટાર્સ આવતા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં લગ્ન કરી શકે છે. જા કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ ઘણા અહેવાલોમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે.
પિંકવિલાના રિપોર્ટ અનુસાર વિજય વર્મા અને તમન્નાએ આવતા વર્ષે લગ્ન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ ૧૨૩ તેલુગુના રિપોર્ટનું માનીએ તો તે બન્ને વર્ષ ૨૦૨૫માં સાત ફેરા લેશે.રિપોર્ટ્સનું માનીએ તો આ બન્ને કપલ લગ્ન બાદ સાથે રહેવા માટે ઘર શોધી રહ્યા છે. હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આ સમાચારે ફેન્સની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બન્ને સ્ટાર્સે ડિસેમ્બર ૨૦૨૨થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ઘણા સમાચારો પછી એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેના અને વિજયના સંબંધોની પુષ્ટિ કરી અને અભિનેતાને વર્ષ ૨૦૨૩માં પોતાની ‘હૈપ્પી પ્લેસ’ ગણાવી હતી. જા કે, જ્યારે વિજયને તેના રિલેશનશિપ વિશે લોકોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તે ખૂબ જ હેરાન થઈ ગયો હતો. વિજયે કહ્યું કે, લોકો તેના પર્સનલ લાઈફમાં આટલી દિલચસ્પી લઈ રહ્યા છે તેનાથી ખૂબ જ હેરાન છું.
સંબંધો વિશે વાત કરતા વિજય વર્માએ વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમારો સંબંધ એટલો મજબૂત અને ખૂબસુંદર છે કે હવે અમે લોકો ફન કરીએ છીએ.’ વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તમન્ના ભાટિયાનું ગીત ‘આજ કી રાત’ ખૂબ જ હિટ થયું છે. જ્યારે વિજય છેલ્લે આઇસી ૮૧૪ઃ ધ કંધાર હાઈજેક’માં જાવા મળ્યો હતો.