અમરેલીનાં ગાવડકા રોડ પર આવેલા સારહિ તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ પંચદિન સાધ્ય શિવ પરિવાર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ તા. ર જૂનથી ૬ જૂન સુધી યોજાશે. આ મહોત્સવનાં મુખ્ય યજમાન તરીકે મુકેશભાઈ સંઘાણી અને સેજલબેન સંઘાણી રહેશે.

તા. ૬ના રોજ યોજાનાર કાર્યક્રમ
સવારે ૮ઃ૦૦ કલાકે: ગણેશ અંબિકા પૂજન, સ્થાપિત દેવતા પૂજન, વિવિધ મૂર્તિ ન્યાસ, ધ્વજા પૂજન, પ્રધાન હોમ, સ્થાપિત હોમ
બપોરે ૧રઃ૩૦ કલાકે: શિવ પરિવાર પ્રતિષ્ઠા, પ્રધાન હોમ, મહા ભોગ, મહા આરતી, ઉતર પૂજન, ૧૬ દ્રવ્યથી પૂર્ણાહુતિ, યજ્ઞ મહાઆરતી, શ્રેયોદાન, અવભૃથ સ્નાન, વિસર્જન

મહોત્સવનાં પૂર્વદિને તા. ૧ના રોજ યોજાનાર કાર્યક્રમ
બપોરે પઃ૦૦ થી ૬ઃ૦૦ કલાકે: હેમાદ્રિ પ્રયોગ, દશવિધ સ્નાન, પ્રાયશ્ચિત દશદાન

તા. ૪ના રોજ યોજાનાર કાર્યક્રમ
૧. સવારે ૮ઃ૦૦ કલાકે: ગણેશ અંબિકા પૂજન, સ્થાપિત દેવતા પૂજન, પ્રાસાદ વાસ્તુ શાંતિ, પ્રાસાદ દીક્ષુ હોમ, મૂર્તિ, મૂર્તિપતિ, લોકપાલ, આવાહન, હોમ, તત્વન્યાસ હોમ,
ર. બપોરે ૩ઃ૩૦ કલાકે: શિવ રાજાપચાર પૂજન, જલાધિવાસ, પુષ્પાધિવાસ, ઉતર પૂજન, આરતી, પ્રાર્થના, કીર્તન

તા.૦પ ના રોજ યોજાનાર કાર્યક્રમ
૧.સવારે ૮ઃ૦૦ કલાકે: ગણેશ અંબિકા પૂજન, સ્થાપિત દેવતા પૂજન, પ્રતિષ્ઠા વિશેષ હોમ, શાંતિક હોમ, પૌષ્ટિક હોમ
ર. બપોરે ૩ઃ૦૦ કલાકે: મૂર્તિ સ્નપન, પ્રાસાદ સ્નપન, ફલાધીવાસ
સાજે ૬ઃ૦૦ કલાકે: ઉતર પૂજન, આરતી, પ્રાર્થના, કીર્તન

તા. ૩ના રોજ યોજાનાર કાર્યક્રમ
સવારે ૦૮ઃ૦૦ કલાકેઃ ગણેશ પૂજન, શિવ ષોડશોપચાર પૂજન, જળ યાત્રા
બપોર ૩ઃ૩૦ કલાકે: પ્રતિષ્ઠાંગ વિશેષ રૂદ્રી હોમ, ધાન્યાધિવાસ, શય્યાધિવાસ
સાંજે ૬ઃ૦૦ કલાકે: ઉતર પૂજન, આરતી, પ્રાર્થના, કીર્તન

તા.ર ના રોજ યોજાનાર કાર્યક્રમ
સવારે ૭ઃ૪પ કલાકે ઃ સર્વદેવ પૂજા, ગણેશ પૂજા, માતૃકા પૂજન, આયુષ્ય મંત્ર જપ, વૈશ્વદેવ સંકલ્પ, નાંદી શ્રાધ્ધ
સવારે ૧૦ઃ૦૦ કલાકે ઃ મંડપ પ્રવેશ, બ્રહ્માદી પૂજન, આચાર્ય વરણ, કુંડ પૂજન
બપોરે ૧૧ઃ૩૦ કલાકે ઃ અરણી મંથન પ્રયોગ, સ્થાપિત દેવતા આવાહન, પ્રધાનદેવતા પૂજન, ગ્રહશાંતિ હોમ
બપોરે ૩ઃ૩૦ કલાકે ઃ નગર યાત્રા
બપોરે પઃ૦૦ કલાકે ઃ ૧૧ કન્યા દ્વારા દેવતાપૂજન, અરણીમંથન પ્રયોગ, સ્થાપિત દેવતા આવાહન, પ્રધાન દેવતા પૂજન, ગ્રહશાંતિ હોમ
સાંજે ૬ઃ૦૦ કલાકે ઃ ઉત્તર પૂજન, આરતી, પ્રાર્થના, કીર્તન

આભાર – નિહારીકા રવિયા