અમરેલી જિલ્લામાંથી ઘણા ઈસમોને ગુન્હાહિત પ્રવૃત્તિને ધ્યાને લઈ તડીપાર કરવામાં આવ્યા છે. જા કે આવા ઈસમોને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ ગમે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી તડીપારનો ભંગ કરતાં હોય છે. આવા ઈસમો સામે એસપી સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શનથી તડીપાર થયેલ ઈસમો પર ધ્યાન રાખી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવતા એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાની ટીમ દ્વારા બગસરા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટનાં હુકમથી દિનેશ દેવરાજભાઈ મણદુરીયા રહે.બગસરાવાળા શખ્સને તડીપાર કરવાનો હુકમ કરેલ હોવા છતાં આ શખ્સ અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતા અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.