એલિસબ્રિજ નજીક તક્ષશિલા એલિગ્ના યોજનામાં બિલ્ડરોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિલ્ડર કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવારે યોજનામાં ફ્લેટ પર ૬૦ કરોડની લોન લઈને ઇઈઇછ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વધુમાં, આંબલી અને ખેડા જમીનના કેસોમાં દસ્તાવેજા સાથે ચેડા કરીને છેતરપિંડીનો આરોપ લગાવતી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નારણપુરા વિસ્તારના રહેવાસી રાકેશભાઈ લોહાટીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિયલ એસ્ટેટ અને રોકાણ ક્ષેત્રમાં કામ કરે છે. ઓગસ્ટ ૨૦૨૦ માં, તેમણે તક્ષશિલા ગ્રુપની એલિગ્ના યોજનામાં છ ફ્લેટ બુક કરાવ્યા હતા. દરેક ફ્લેટની કિંમત ૬૬.૫૦ લાખ હતી, અને બિલ્ડરે ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કબજા આપવાનું વચન આપ્યું હતું.રાકેશભાઈએ બિલ્ડરને તબક્કાવાર કુલ ૩.૮૪ કરોડ ચૂકવ્યા હતા. જાકે, બાંધકામનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. દરમિયાન, એવું જાણવા મળ્યું કે છ ફ્લેટમાંથી બે ફ્લેટ અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા, અને બિલ્ડરોએ યોજનાના અન્ય ફ્લેટ માટે ૈંડ્ઢમ્ૈં બેંક પાસેથી ?૬૦ કરોડની લોન લીધી હતી. આ સમગ્ર કૌભાંડમાં, ક્રાઈમ બ્રાન્ચે કમલેશ ગોંડલિયા, પાર્થિલ ગોંડલિયા, દિપ્તી ગોંડલિયા અને અવની ગોંડલિયા સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. તપાસમાં ઇઈઇછ નિયમોનું ઉલ્લંઘન, લોનની હકીકતો અને રોકાણકારોના ભંડોળનો ઉપયોગ બહાર આવવાની શક્યતા છે.









































