ગઇકાલે ભેંસાણના ઢોળવાથી વડિયા તરફ જતા રોડ પર આઇસર પલટી મારી ગયાની ઘટનામાં ર૭ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આઇસર ચાલક સામે વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બાબરા તાલુકાના ગરણીના ઉમેશભાઇ બાબુભાઇ કીડીયા (ઉ.વ.ર૧) દ્વારા આઇસર ચાલક મુકેશભાઇ પીલુકીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, તેમણે પોતાના આઇસરમાં આશરે પચાસેક માણસોને બેસાડી બેફિકરાઇથી માનવ જિંદગી જાખમાય તે રીતે ચલાવતા આઇસર પલટી મારી ગયું હતું. જેમાં આઇસરમાં બેસનાર માણસોને નાની-મોટી ઇજા તથા ફ્રેક્ચર થયા હતા. અકસ્માત બાદ મુકેશભાઇ પીલુકીયા નાસી છૂટ્યા હતા. ઉમેશભાઇની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.