ગુજરાત કોટન એસોસિએશનની સામાન્ય સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ માલિકોને ચેતવણી આપી છે. કોઈ પણ સંજાગોમાં ઢોલ કપાસિયામાં ભેળસેળ ન કરવા જણાવાયું છે. તેણે કહ્યું, ‘હું આવી કોઈ ભેળસેળ ચલાવી નહીં દઉં.’
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ માલિકોને જણાવ્યું હતું કે, “મહેસાણાની ૧,૦૦૦ ઓઈલ મિલોમાંથી ૬૦૦ ઓઈલ મિલોમાં ભેળસેળ થાય છે. અમને ખબર છે કે ક્યાં ક્યાં ભેળસેળ થાય છે. હું આ ભેળસેળ ચાલુ નહીં રહેવા દઈશ. સરકાર આવા ગોદામોને સીલ કરશે.” ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થશે, મિલરોએ આવું ન કરવું જાઈએ.”
તેમણે કહ્યું, અમે નથી ઈચ્છતા કે તમે ખોટ કરો, અમે ઈચ્છીએ છીએ કે તમે નફો કરો. પરંતુ આ ખેડૂતો અને પશુપાલકોને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધંધો ચલાવવો કે ન ચલાવવો, તે તમારી મુનસફીની વાત છે. તેને છેતરપિંડીથી ચલાવવો જાઈએ નહીં. તમારા વ્યવસાયને સારી રીતે ચલાવવા માટે તમે ગમે તેટલી સામગ્રીનું રોકાણ કરો, તે પૂરતું નથી. ભેળસેળ કરી તો બધા પર પાણી ફરી વળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિવસ ઉગતો નથી ને કોઈને કોઈ ભેળસેળના કેસ જાવા મળ્યા વગર રહેતા નથી. વાત તો એટલે હદ સુધી વધી ગઈ છે કે ફાઇવ સ્ટાર રેસ્ટોરમાં ખાવા જાવ તો તેની પ્લેટમાં પણ જીવાત મળ્યા વગર રહેતી નથી. દરરોજે કોઈને કોઈ રેસ્ટોરા કે હોટેલના ખાવમાં જીવાત કે અખાદ્ય પદાર્થ મળી આવે છે. મંદિર જેવા મંદિરનો પ્રસાદ સુદ્ધા પણ તેમાથી બાકાત રહ્યો નથી તેમ કહેવાય છે.