અમરેલી તાલુકાની ઢોલરવા પ્રાથમિક શાળાનો સ્થાપના દિન ઉજવાયો હતો. શાળાના સ્થાપના દિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધો.પમાં અભ્યાસ કરતા બાળકોનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ રમત-ગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.