ધારીના ઢોલરવા ગામની સીમમાં ઝેરી દવાનો છંટકાવ કરતાં યુવકની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૂળ રાજસ્થાનના ગાંગાતળાઈ ગામના અને હાલ ઢોલરવા ગામે રહેતા શૈલેષભાઈ કાંતીભાઈ મછાર (ઉ.વ.૨૦) અને તેમના ભાઈ રમેશભાઈ ભાગીયું રાખેલી વાડીએ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા. તેમને ઝેરી દવાની અસરથી ઝાડા થઈ જતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.