વડિયાના ઢુંઢીયા પીપળીયા ગામે રસ્તામાં પડેલું તગારું સાઈડમાં મૂકવાનું કહેતા પ્રૌઢને ગાળો આપી, મૂઢમાર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મનુભાઈ આપાભાઈ શાંક (ઉ.વ.૫૫)એ દેવકુભાઈ ગોલણભાઈ શાંક સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા તેમના પિતાજી આપાભાઇ એભલભાઇ શાંક (ઉ.વ.૮૦) રસ્તા પરથી નીકળ્યા ત્યારે આરોપીએ રસ્તામાં તગારુ રાખ્યું હતું. જે એક બાજુ રાખતા આરોપીએ તેમના પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી પડખામાં મૂઢમાર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.એન.ગઢવી વધુ તપાસ કરી
રહ્યા છે.