કુંકાવાવ તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામે ગત ૧૮ જુલાઈના રોજ બનેલી ચકચારી ડબલ મર્ડરની ઘટનામાં પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા થાય તે હેતુથી, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ રાજ્ય સરકારને પત્ર લખીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર PPની નિમણૂક કરવા માટે રજૂઆત કરી છે. આ પગલાથી કેસની સુનાવણી ઝડપી બનશે અને ન્યાય પ્રક્રિયાને વેગ મળશે તેવી અપેક્ષા છે.








































