ઢસાગામ સ્થિત વિદ્યુત બોર્ડ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના કમિટી સભ્યો સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત થયા છે.
હોસ્પિટલમાં ચાલતી દર્દીનારાયણની સારવારમાં સહભાગી થવાના શુભ આશય સાથે મંડળીના પ્રમુખ જે.બી. દેવમુરારી, મંત્રી આર.એલ. રોકિયા અને વ્યવસ્થાપક કમિટી સભ્યો દ્વારા હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરાને રૂ. ૫૧,૦૦૦/- નો ચેક અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના હોદ્દેદારોને સદ્ગુરુદેવ લિખીત પુસ્તક ‘જીજ્ઞાસુ પિયુષ’ અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટીમંડળે આ ઉમદા આર્થિક સહયોગ બદલ મંડળી અને તેના તમામ કમિટી સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.