ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબીમાં ઢસાગામના વતની અને અમેરીકા સ્થિત બાલુભાઈ મોહનભાઈ રાજપરા અને તેમના પુત્ર વિનુભાઈ મારફત સ્વ. મોહનભાઈ ભવાનભાઈ રાજપરા અને સ્વ. કડવીબા રાજપરાની કાયમી સ્મૃતિમાં દર્દીનારાયણની સેવા અર્થે સહભાગી થવાના હેતુથી રૂ.પ લાખ પ હજારનું અનુદાન કરવામાં આવ્યુ હતું. હોસ્પિટલના ઉપપ્રમુખ બીએલ રાજપરા અને સુપ્રી.ડો. જયેશ પટેલ દ્વારા સ્વામી નિર્દોષાનંદ મહારાજનું જીવનચરિતામૃત ગ્રંથ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ તેમનો આભાર વ્યકત કર્યો હતો.