અમરેલી જિલ્લામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંતર્ગત વિવિધ સ્થળેથી ૧૪૦ પીધેલા ઝડપાયા હતા. જેમાં ત્રણ અમદાવાદી પણ હતા. પોલીસે ચલાલા, વઢેરા, દુધાળા ચેક પોસ્ટ, બગસરા, મજાદર ગામના પાટીયે, જોલાપર ગામના પાટીયે, ડુંગર, જાફરાબાદ, ટીંબી ચેક પોસ્ટ, લાઠી, તાજપર, સરકારી પીપળવા, મોટી કુકાવાવ, બરવાળા બાવળ, વડિયા, ખાખરિયા, વંડા, થોરડી, મોટા જીંજુડા, વિજપડી, બાઢડા, વાવેરા, રાજુલા, ભેરાઈ, ચિતલ, અમરેલી સહિતની જગ્યાએથી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં ૧૪૦ લોકોને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી એક મહિલા સહિત ૧૭ લોકો પાસેથી ૫૫ લીટર દેશી દારૂ સહિત ૬૧૨૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.