ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાંથી અંદાજે ૧૦ હજાર કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ગુજરાત કઈ રીતે પહોચ્યો તે બાબતે પોલીસ અને એજન્સીએ તપાસ કરી હતી ત્યાં થોડા દિવસો પહેલા દ્વારકા પંથકમાંથી પણ કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને અફઘાનિસ્તાનમાંથી ગદ્દારો ગુજરાત અને સૌરાષ્ટ્રના યુવાનોને નશાની લત લગાડવા માટે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો એટલે કે ગુજરાતના દરિયાકાંઠા પર પોતાનો ડોળો જમાવી બેઠા છે. એટીએસ અને ગુજરાત પોલીસની સતર્કતાને કારણે આ ડ્રગ્સ અન્ય શહેરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતા ગુજરાત પોલીસ ખરેખર અભિનંદનને પાત્ર છે. ગુજરાત પોલીસ ડ્રગ્સના તાર જાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી રૂ.૬૦૦ કરોડનો જથ્થો ઝડપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવ્યા બાદ સલાયામાં આ જથ્થો સંતાડી દેવામાં આવ્યો હતો. જયાંથી આ જથ્થો મોરબીના ઝીંઝુડા ગામે સમસુદ્દીન સૈયદના નવા બની રહેલા મકાનમાં સંતાડવામાં આવ્યો હતો. પોલીસે સમસુદ્દીન સૈયદની સાથે ગુલામ હુસૈન અને જબ્બારની પણ ધરપકડ કરી છે. જેમાં આરોપી ગુલાબ તથા જબ્બાર અવારનવાર દુબઈ જતા હોવાથી ત્યાં પાકિસ્તાની ડ્રગ માફિયાના સંપર્કમાં આવ્યા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. જયારે ઝીંઝુડા ગામે જે મકાનમાં ડ્રગ્સનો જથ્થો સંતાડાયો હતો તે મકાન સમસુદ્દીન સૈયદની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. સમસુદ્દીન સૈયદ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મિયા ખિજડીયા ગામનો વતની હોવાનું માલૂમ પડતા ડ્રગ્સ મામલે અમરેલી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે.

 

પોલીસને જોઈ ડરતો સમસુદ્દીન ડ્રગ્સમાં કેમ સંડોવાયો?
મિયા ખિજડીયામાં રહેતો સમસુદ્દીન બે વર્ષ પહેલા ઝીંઝુડા ગામે રહેવા ચાલ્યો ગયો હતો. મિયા ખિજડીયા ગામના લોકોએ જણાવ્યું હતું કે, સમસુદ્દીન હુસેનમિયા સૈયદ પોલીસને જાઈ ડરતો હતો પરંતુ મિયા ખિજડીયા ગામ છોડયા પછી ડ્રગ્સ સાચવવા જેવા કૃત્યોમાં કઈ રીતે સંડોવાયો તે એક સવાલ છે.

સમસુદ્દીન કોઇ કામ-ધંધો કરતો નહોતો
બે વર્ષ પહેલા બાબરાના મિયા ખિજડીયા ગામે રહેતો સમસુદ્દીન સૈયદ ઝીંઝુડા ગામે રહેવા જતો રહ્યો હતો. ગામમાંથી મળતી માહિતી મુજબ મિયા ખિજડીયા ગામે જયાં સમસુદ્દીન રહેતો હતો ત્યારે કોઇપણ પ્રકારનો કામ-ધંધો કરતો નહોતો.

 

સમસુદ્દીન સૈયદે બે વર્ષ પહેલા ગામ છોડયું
બાબરા તાલુકાના મિયા ખિજડીયા ગામે રહેતા સમસુદ્દીન સૈયદે પોતાનું મિયા ખિજડીયા ગામ બે વર્ષ પહેલા જ છોડયું હતું. પિતાનું કોરોનામાં મોત થયા બાદ સમસુદ્દીન તેના મામાના ગામ ઝીંઝુડા ખાતે રહેવા ચાલ્યો ગયો હતો જયાં તેમણે ડ્રગ્સ સાચવી ટૂંકા ગાળામાં પૈસા કમાવાનો કીમિયો શોધ્યો હતો. પોલીસ દ્વારા સમસુદ્દીન સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૧ર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

 

બાબરા પોલીસ સમસુદ્દીનના ઘરે પહોંચી
ઝીંઝુડા ગામેથી રૂ.૬૦૦ કરોડનું ડ્રગ્સ સાચવવા બદલ જેની ધરપકડ કરવામાં આવી છે તે સમસુદ્દીન હુસેનમિયા સૈયદ મૂળ મિયા ખિજડીયા, તા.બાબરા, જિ.અમરેલીનો હોવાનું ખુલતા અમરેલી જિલ્લા પોલીસ પણ સતર્ક બની ગઈ છે. જેથી બાબરા પોલીસ પણ આજરોજ મિયા ખિજડીયા ગામે સમસુદ્દીન સૈયદના રહેણાંક મકાને પહોચી હતી.

 

ઝીંઝુડામાં દોરા-ધાગાનું કામ કરતો
ઝીંઝુડામાં રહેતો સમસુદ્દીન સૈયદ દોરા-ધાગાનું કામ કરતો હતો. કોઈને મુશ્કેલી હોય તો તંત્ર વિદ્યાથી દુઃખ દૂર કરવાનો ધંધો શરૂ કર્યો હતો અને સાથોસાથ ડ્રગ્સ જેવા કામોમાં સામેલ થઈ ડ્રગ્સ પેડલરોને મદદ કરતો હોવાનું સામે આવતા ઝીંઝુડા ગામના લોકો પણ ફીટકાર વરસાવી રહ્યાં છે.

 

જુગારના કેસમાં સમસુદ્દીન પકડાયો હતો
મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સ સાચવવા બદલ ધરપકડ કરાયેલ સમસુદ્દીન અગાઉ જુગાર કેસમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. જા કે જુગાર સિવાય સમસુદીન અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાની કોઈ માહિતી મળી નથી.

 

સમસુદ્દીન એક
આભાર – નિહારીકા રવિયા બાળકનો પિતા
જાણવા મળતી માહિતી મુજબ સમસુદ્દીન પરિણીત અને એક પુત્રનો પિતા પણ છે. પિતાના અવસાન પછી સમસુદ્દીન પોતાના પરિવાર સાથે ઝીંઝુડા ખાતે રહેવા ચાલ્યો ગયો છે. બે વર્ષથી મિયા ખિજડીયામાં તે જાવા પણ મળ્યો નથી.