પંજોબની રાજનીતિમાં ગઈકાલે રાત્રે મોટો ધડાકો થતો જોવા મળ્યો છે. પંજોબની કોંગ્રેસ સરકારે અકાલી દળના નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ મજીઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં કેસ નોંધી દીધો છે. જોણકારી પ્રમાણે મોહાલીના સ્ટેટ ક્રાઈમ સેલમાં નેતા વિરૂદ્ધ કેસ નોંધાયો છે.
માનવામાં આવી રહ્યું છે કે નેતાની ધરપકડ હવે કોઈ પણ સમયે થઈ શકે છે. જણાવી દઈએ કે, મજીઠિયા પર તપાસ માટે પંજોબ કોંગ્રેસના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુ સતત મુખ્યમંત્રી ચન્ની પર દબાણ બનાવી રહ્યા હતા.
જ્યારે, આ સમગ્ર મામલાને લઈને અકાલી દળના નેતા વિરસા સિંહ વલ્ટોહાનું કહેવું છે કે, મજીઠિયાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચન્ની સરકાર પાસે કોઈ મુદ્દો નથી માટે આ પ્રકારના નવા વિવાદોને ઉભા કરવામાં આવી રહ્યા છે.વિરસા સિંહે આગળ કહ્યું કે, બ્યૂરો આૅફ ઈન્વેસ્ટીગેશનના ૪ એડીજીપીએ મનાઈ કરી દીધી હતી જ્યાર બાદ ચન્ની સરકારે ડીજીપી બદલ્યા અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે જેને લઈને સરકાર અને વિપક્ષ એડી ચોટીનો દમ લગાવી રહ્યા છે. પંજોબની ૧૧૭ સીટોમાંથી ૮૦-૮૫ સીટો પર ભાજપ ચૂંટણી લડી શકે છે.કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી ૨૦થી ૨૫ સીટો પર ચૂંટણી લડી શકે છે, સાથે જ કેટલીક સીટો સુખદેવ સિંહ ઢીંઢસાની પાર્ટીને આપવામાં આવશે. ટૂંક સમયમાં સમગ્ર ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવશે.