વર્તમાન સમયમાં ડ્રગ્સનો મુદ્દો ખૂબ જ ગરમ છે. તેવામાં કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે ડ્રગ્સનું સેવન અંગે નિવેદન આપ્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સના સેવનનો કોઈ પણ બંધાણી જેલમાં જવાની જગ્યા પર વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવો જોઈએ. તે પક્ષના તેવો આજે હિમાયતી છે. રામદાસ આઠવલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેમનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાયદામાં સંશોધન કરી શકે છે. તે પક્ષમાં પણ તેઓ હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે, ડ્રગ્સના સેવન સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ વ્યસનમુક્તિ કેન્દ્રમાં જોય તો ડ્રગ્સ ના સેવનને અટકાવી શકવાની શક્યતા વધી જોય છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પ્રસિદ્ધ ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનનો પૂત્ર આર્યન ખાનને પણ ડ્રગ્સના સેવનને લઈને કેટલા સમય સુધી જેલમાં રહેવાનો સમય આવ્યો હતો. ત્યારે કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેનું નિવેદન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન રામદાસ આઠવલેએ પાટીદાર સમાજને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન ચૂંટણીલક્ષી હોઈ શકે છે. તેવું લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી અને ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજ ઓબીસી સમાજમાં સામેલ થવાની માગ કરી રહ્યો છે. પાટીદાર સમાજની માગ સાથે તેઓ વ્યક્તિગત અને તેમનો પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા પાટીદાર સમાજની માગને યોગ્ય ગણાવી છે અને કાયદામાં જરૂરી સંશોધન થાય તો પાટીદાર સમાજને ઓબીસી સમાવી શકવાની શક્યતાઓને તેઓ આવકારે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નીચે આવતા દલિત-આદિવાસી અને અન્ય પછાત વર્ગ માટેની એક સમરસ હોસ્ટેલ સ્થાપવાની પણ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેએ માહિતી આપી હતી. તેના પર પ્રકાશ પાડતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાને લઈને જમીન સંપાદન કરવાની તમામ ક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.