ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે ભારતીય જનતા પાર્ટી કોડીનાર શહેર દ્વારા વોર્ડ નં.૧ના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ સુભાષભાઈ ડોડીયા, નગરપાલિકાના સદસ્ય માનસિંહભાઈ જાદવ, મહામંત્રી મીલનભાઈ જાદવ, ડો.પ્રો. રામભાઈ વાઢેર, ઉપપ્રમુખ અજયભાઈ પરમાર, યુવા મોરચાના પ્રમુખ પિયુષભાઈ બારડ, કિસાન મોરચાના પ્રમુખ અમરસિંહભાઈ બારડ સહિતના કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા.