કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડો. મનસુખ માંડવિયાએ આજે (૧૭-૦૯-૨૦૨૪) નવી દિલ્હીમાં કોપ-૯ બ્યુરોની ૨જી ઔપચારિક મીટિંગ અને યુનેસ્કો ઇન્ટરનેશનલ કન્વેન્શન વિરૂદ્ધ રમતગમતમાં ડોપિંગ હેઠળ ફંડની મંજૂરી સમિતિની ત્રીજી ઔપચારિક બેઠકની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી, સુશ્રી રક્ષા નિખિલ ખડસે પણ ઉપસ્થીત હતા. બે-દિવસીય ઉચ્ચ-સ્તરીય બેઠકોનો ઉદ્દેશ્ય ડોપિંગ સામેની લડાઈમાં વૈસ્વિક સહયોગને આગળ વધારવાનો છે, જેમાં રમતમાં અખંડિતતા, નિષ્પક્ષતા અને સર્વસમાવેશકતાના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.
તેમની શરૂઆતની ટિપ્પણીમાં, ડા. માંડવિયાએ સ્વચ્છ રમત પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા અને વૈÂશ્વક એન્ટી-ડોપિંગ પ્રયાસોમાં તેની અગ્રણી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વસુધૈવ કુટુંબકમ – વિશ્વ એક પરિવાર છે –ની ભારતની ફિલસૂફીનો પુનરોચ્ચાર કર્યો અને ભાવિ પેઢીઓ માટે રમતગમતની અખંડિતતાની સુરક્ષામાં આંતરરાષ્ટÙીય સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો.
શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ ડોપિંગ-મુક્ત રમત સંસ્કૃતિને સમર્થન આપવાના સરકારના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો અને ભારત આ ક્ષેત્રમાં વધતી જતી ભાગીદારી પર ભાર મૂક્યો. ઉદઘાટન સત્રમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી અને નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હી વચ્ચે મહ¥વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ડોપિંગ વિરોધી કાયદો, નીતિ અને શિક્ષણમાં સહકાર વધારવા માટે એનએડીએ અને એનએલયુ દિલ્હી વચ્ચે વ્યૂહાત્મક સહયોગને ચિÂહ્નત કરે છે. આ સહયોગ સંયુક્ત પ્રમાણપત્ર અભ્યાસક્રમો વિકસાવવા, શૈક્ષણિક સંશોધન, અને જાગૃતિ લાવવા અને ડોપિંગ વિરોધી પ્રથાઓ માટે વધુ સમાવિષ્ટ અને માહિતગાર અભિગમને પ્રોત્સાહન આપવા માટે સેમિનાર, વર્કશોપ અને પરિષદોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ એમઓયુ એ કાનૂની શિક્ષણ અને એન્ટી ડોપિંગમાં સંશોધનને મજબૂત કરવા, આ ક્ષેત્રમાં ભારતના નેતૃત્વને
આભાર – નિહારીકા રવિયા મજબૂત કરવા માટે એક નિર્ણાયક પગલું છે. આ ભાગીદારી દ્વારા, બંને સંસ્થાઓ કાનૂની શિક્ષણ અને સંશોધન માટે એક મજબૂત માળખું બનાવવાનું લક્ષ્ય રાખે છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોપિંગ વિરોધી પહેલને સમર્થન આપે છે.
ઉદઘાટન સત્રમાં અઝરબૈજાન, બાર્બાડોસ, એસ્ટોનિયા, ઇટાલી, રશિયન ફેડરેશન, સેનેગલ, તુર્કિયે, સંયુક્ત આરબ અમીરાત અને ઝાÂમ્બયા સહિતના વિવિધ દેશોના ઉચ્ચ સ્તરીય મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રતિનિધિઓ સમગ્ર બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વૈસ્વિક એÂન્ટ-ડોપિંગ ઇકોસિસ્ટમ અને સહકાર સંબંધિત નિર્ણાયક મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ચાલુ રાખશે.
સંયુક્ત સભા વૈસ્વિક રમત ગવર્નન્સમાં ભારતના વધતા પ્રભાવને રેખાંકિત કરે છે, ખાસ કરીને નૈતિક રમત પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને રમતમાં ડોપિંગ સામે યુનેસ્કો ઇન્ટરનેશનલ કન્વેન્શન જેવા આંતરરાષ્ટ્રીય માળખાને સમર્થન આપવા માટે. આ બેઠકોની યજમાની સાથે, ભારત ડોપિંગ સામેની લડાઈમાં મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થીતિને વધુ મજબૂત બનાવે છે, સ્વચ્છ અને યોગ્ય રમતગમત વાતાવરણના નિર્માણમાં યોગદાન આપે છે.