ગોંડલ પંથકમાં પૂર્વ સદસ્ય અનિલભાઇ માધડ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે અંગદાનનો સંકલ્પ કરી સમાજને એક નવી રાહ ચીંધિ હતી. તેઓએ શ્રી બદ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટને ડો. દિપક વાડદોરીયા હસ્તક પોતાના અંગદાનનો સંકલ્પ કરી સંકલ્પપત્ર ભર્યું હતું. તેમણે અંગદાનને શ્રેષ્ઠ ગણાવ્યું હતું અને બાબાસાહેબની પરંપરાને અનુસરવા જણાવ્યું હતું.