અમરેલી જિલ્લાના વિવિધ પદાધિકારીઓએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઇ તોગડીયા સાથે ૧૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે મુલાકાત કરી હતી. જેમાં ડો. તોગડીયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળનું સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવા પડશે તેમ કહ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, અમરેલી જિલ્લા કાર્યકારી અધ્યક્ષ જીલુભાઈ વાળા, જિલ્લા મંત્રી કેતનભાઈ ઉકાણી સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.