અમરેલીમાં ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ઈશ્વરીયા, મતિરાળા,વરસડા તેમજ અમરેલીમાં અલગ-અલગ વિષય પર ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકોને વિશિષ્ટ ઈનામમાં ડ્રીમ ડાયરી આપવામાં આવી હતી.આ ડ્રીમ ડાયરીનું વિમોચન મોરારી બાપૂના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ ડાયરી વિશ્વના ર૧ દેશોમાં પ્રસિધ્ધ થયેલી છે.