ડોળાસા વિસ્તારમાં છેલ્લાં લાંબા સમયથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીની સાથે કાળઝાળ તડકો પડી રહ્યો છે. જેના કારણે ખૂબ ટૂંકા સમયમાં ડોળાસા અને આજુબાજુના ગામોમાં આવેલા નદી, નાળા, તળાવ, ડેમ તળીયાઝાટક થયા છે એટલું જ નહિ તળમાંથી પણ પાણી ઓસરવા લાગ્યા છે. જે હાલ ચિંતાનો વિષય છે. ગત રાત્રિના ત્રણ વાગ્યે મેઘરાજાએ વરસાદનો માહોલ તો બનાવી દીધો હતો પણ મન મૂકીને વરસ્યા નહોતા. ડોળાસા પંથકના ખેડૂતો વાવણી જોગ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.