કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બાયપાસ સર્કલ વચ્ચે વીજપોલ ઉભો છે જે હટાવ્યો નથી પણ ફોરટ્રેક રોડનું કામ પૂરું થતાં આ વીજપોલ સી.સી. રોડની વચ્ચે આવી ગયો છે. ડોળાસા ગામે બાયપાસ સર્કલનું કામ ચાલુ છે પણ અહીં એક વીજપોલ રોડ વચ્ચે અડીખમ ઉભો છે અને પોલ નજીક સી.સી. રોડનું કામ પુરું થતાં આ પોલ રોડની વચ્ચે આવી ગયો છે. જેના પર વાયર પણ છે. જેથી વાહન ચાલકો અને લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિયમાનુસાર ફોરટ્રેક રોડ પર વીજ વાયર અન્ડરગ્રાઉન્ડ પસાર કરવામાં આવે છે. પણ ડોળાસા બાયપાસ સર્કલ પાસે સિમેન્ટ રોડની વચ્ચે(આ વીજપોલ વાયર સાથે) આવી ગયો છે. જે હટાવી દેવાશે પણ હવે આ સી.સી. રોડ તોડીને આ વીજપોલ કાઢવામાં આવશે. સી.સી. રોડ તોડવાથી રોડની મજબૂતાઈ નબળી નહિ પડે? તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.