ડોળાસા નજીકના રાણવશી ગામે પ્રા.શાળામાં એક બાળક એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના આગેવાનો ઉપસ્થત રહ્યા હતા. પ્રાથમિક શાળાના બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાય અને પ્રકૃતિ સાથે કાયમી લગાવ રહે તેવા ઉદેશ્ય સાથે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના દરેક બાળક દીઠ એક એક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ શાળામાં જયાં
આભાર – નિહારીકા રવિયા સુધી અભ્યાસ કરે ત્યાં સુધી વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે સરપંચ વિજયભાઈ, ઉપ સરપંચ નગાભાઈ, આચાર્ય અને શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.