ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામની ગ્રામ પંચાયતની સતત રજૂઆત અને નાના એવા સોનપરા ગામના વિકાસ કામો આગળ વધારવા સરપંચ ડા.ઉમેશભાઈ વાઢેળના ઉત્સાહના ફળ સ્વરૂપ તાજેતરમાં બે મહત્વના કામો પૂર્ણ થયા હતા. જેમાં ડોળાસાથી સોનપરા ગામમાં પ્રવેશતા એક કિ.મી. જેટલી ફૂટપાથનું સુંદર રીતે નિર્માણ થયું છે. આ સાથે ચોમાસાના સમયમાં ભરાતા વરસાદી પાણી અને વર્ષ દરમિયાન ગામમાં ભરાતા ગંદા પાણીના નિકાલ માટે એક કિ.મી.ની મોટી પાઇપલાઇનનું પણ નિર્માણ થયું છે.