કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સતત વરસાદને કારણે ઠેર-ઠેર પાણી છલકાયા તથા ચોમાસું પાકને નુકસાન થવાથી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. સાથે અહી એક શાળાના રોડ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓને એક એક ફૂટ પાણીમાંથી પસાર થવું પડે છે. ડોળાસા ગામે બાયપાસ ફોર ટ્રેક રોડનું કામ ચાલુ છે. અહી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નાનુ પુલીયું અને ગટરનું કામ હાથ ધરવામાં આવ્યું છે, પણ ગટરમાં વરસાદનું પાણી આગળ જતું નથી. આ પાણી સોમનાથ એકેડેમીના રોડ પર એક એક ફૂટ જમાં થતા આ શાળાના બાળકોને તેમાંથી પસાર થવું પડે છે. આ બંધીયાર પાણીના કારણે રોગચાળો ફેલાય તે પહેલાં નેશનલ હાઇવે દ્વારા તુરંત આ પાણીનો નિકાલ થાય અને વરસાદનું પાણી એકઠું ન થાય તેવી નક્કર કામગીરી હાથ ધરવામાં આવે તેવી શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.